એક મહિલાને પેટ માં અસહ્ય દુખાવો થતો હતો , એન્ડોસ્કોપી દરમ્યાન પેટમાંથી સાપ નિકર્યો (Video)


રશિયાના ડેગેસ્ટનમાં એક મહિલાના મોઢામાંથી ડોક્ટરોએ ચાર ફુટ લાંબો સાપ કાઢ્યો. મહિલા સોમવારે પેટમાં દર્દ થવાની ફરિયાદની સાથે હોસ્પિટલમાં પહોંચી હતી. ડોક્ટરોને શરૂઆતમાં એ વાતનો ખ્યાલ ન આવ્યો કે મહિલાને શાં માટે દુખાવો થઈ રહ્યો છે. તપાસ બાદ ડોક્ટરોને એ વાતનો ખ્યાલ આવ્યો કે મહિલાના પેટમાં કોઈ ઝેરી ચીજ છે. પછીથી ડોક્ટર્સે મહિલાને બેભાન કરીને મોઢામાં ટયુબ નાંખીને તે ચીજને બહાર કાઢવાનું શરૂ કર્યું. બહાર કાઢ્યા પછી ખબર પડી કે મહિલાના પેટમાં સાંપ હતો.

મહિલાના મોઢામાંથી સાપ કાઢવાની સમગ્ર પ્રોસેસનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે, જે વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં ડોક્ટર્સ મહિલાના મોઢામાંથી સાપ કાઢતા દેખાઈ રહ્યાં છે. પેટમાંથી સાંપ બહાર આવવાને કારણે સારવારમાં જોડાયેલી એક મહિલા ડોક્ટર ગભરાઈને પાછળ ખસી જાય છે. પછીથી સાપને એક મેડિકલ બકેટમાં નાંખી દેવામાં આવે છે.ટિપ્પણીઓ